|| ATICHAR SUTRA : अतिचार सूत्र ||
To download this song click HERE
SAMVATSARI PAKSHADI ATICHAR PRATIKRAMAN SUTRA :
ATICHAR SUTRA LYRICS WITH MEANINGS :
प्रतिक्रमण सूत्र
|| अतिचार सूत्र ||
|| (५३) श्री पाक्षिकादि अतिचार सूत्र ||
नाणंमि दंसणंमि अ, चरणंमि तवंमि तह य वीरियंमि
आयरणं आयारो, ईय एसो पंचहा भणिओ ॥
ज्ञानाचार, दर्शनाचार, चारित्राचार, तपाचार, वीर्याचार; ए पंचविध आचारमांहि अनेरो जे कोई अतिचार पक्ष दिवसमांहि सूक्ष्म बादर जाणतां अजाणतां हुओ होय, ते सवि हु मने, वचने, कायाए करी मिच्छा मि दुक्कडं ॥१॥
तत्र ज्ञानाचारे आठ अतिचार II
काले विणए बहुमाणे, उवहाणे तह अनिण्हवणे;
वंजण अत्थ तदुभए, अट्ठविहो नाण-मायारो ॥१॥
ज्ञान काळ वेळाए भण्यो गुण्यो नहीं, अकाळे भण्यो, विनयहीन, बहुमानहीन, योग-उपधानहीन, अनेरा कन्हे भणी अनेरो गुरु कह्यो. देव गुरु वांदणे, पडिक्कमणे सज्झाय करतां, भणतां, गुणतां, कूडो अक्षर काने मात्राए अधिको ओछो भण्यो. सूत्र कूडुं कह्युं, अर्थ कूडो कह्यो, तदुभय कूडां कह्यां, भणीने विसार्यां.
साधु तणे धर्मे काजो अणउद्धर्ये, ‘डांडो अणपडिलेह्ये, वसति अणशोधे,* अणपवेसे,* असज्झाय अणोज्झायमांहे श्री दशवैकालिक प्रमुख सिद्धांत भण्यो गुण्यो. श्रावकतणे धर्मे थविरावलि, पडिक्कमणां, उपदेशमाळा प्रमुख सिद्धांत भण्यो गुण्यो, काळवेळा काजो अणउद्धर्ये पढ्यो. ज्ञानोपगरण पाटी, पोथी, ठवणी, कवली, नोकारवाळी, सापडा, सापडी, दस्तरी, वही, ओलिया प्रमुख प्रत्ये पग लाग्यो, थूंक लाग्युं, थूंके करी अक्षर मांज्यो, ओशीसे धर्यो, कने छतां आहार निहार कीधो.
ज्ञानद्रव्य भक्षतां उपेक्षा कीधी. ''प्रज्ञापराधे विणाश्यो, विणसतो उवेख्यो, छती शक्तिए सारसंभाळ न कीधी. ज्ञानवंत प्रत्ये द्वेष, मत्सर चिंतव्यो, अवज्ञा आशातना कीधी. कोई प्रत्ये भणतां, गणतां अंतराय कीधो. आपणा जाणपणा तणो गर्व चिंतव्यो. मतिज्ञान, श्रुतज्ञान, अवधिज्ञान, मन:पर्यवज्ञान, केवलज्ञान ए पंचविध ज्ञानतणी असद्दहणा कीधी. कोई तोतडो, बोबडो देखी हस्यो, वितक्र्यो, अन्यथा प्ररूपणा कीधी || ज्ञानाचार विषईओ अनेरो जे कोई अतिचार पक्ष दिवस ||१||
दर्शनाचारे आठ अतिचार
निस्संकिय निक्कंखिय, निव्वितिगिच्छा अमूढदिट्ठि अ |
उववूह थिरीकरणे, वच्छ ल्ल पभावणे अट्ठ ॥१॥
देव-गुरु-धर्म तणे विषे निःशंकपणुं न कीधुं, तथा एकांत निश्चय न कीधो. धर्म संबंधीया फल तणे विषे निःसंदेह बुद्धि धरी नहीं. साधु-साध्वीनां मल मलिन गात्र देखी दुगंछा निपजावी. कुचारित्रीया देखी चारित्रीया उपर अभाव हुओ. मिथ्यात्वी तणी पूजा प्रभावना देखी मूढद्दष्टिप णुं कीधुं तथा संघमांहे गुणवंततणी 'अनुपबृंहणा कीधी. अस्थिरीकरण, अवात्सल्य, अप्रीति, अभक्ति नीपजावी, अबहुमान कीधुं. तथा देवद्रव्य, गुरुद्रव्य, ज्ञानद्रव्य, साधारणद्रव्य, भक्षित उपेक्षित प्रज्ञापराधे विणाश्या, विणसतां उवेख्यां, छती शक्तिए सारसंभाळ न कीधी. तथा साधर्मिक साथे कलह कर्मबंध कीधो. अधोती, ‘अष्टपड मुखकोश पाखे देवपुजा कीधी. बिंब प्रत्ये वासकूंपी, धूपधाणुं, कळश तणो ठबको लाग्यो. बिंब हाथ थकी पाड्युं. उसास-निःसास लाग्यो. देहरे, उपाश्रये, मलश्लेष्मादिक लोह्युं. देहरामांहे हास्य, खेल, केलि, कुतूहल, आहार-निहार कीधां. पान सोपारी, निवेदीआं खाधां, ठवणायरिय हाथ थकी पाड्या, पडिलेहवा विसार्यां. जिनभवने चोराशी आशातना, गुरु गुरुणी प्रत्ये तेत्रीश आशातना कीधी होय, गुरुवचन तहत्ति करी पडिवज्युं नहीं, दर्शनाचार विषईओ अनेरो जे कोई अतिचार पक्ष दिवस II२॥
चारित्राचारे आठ अतिचार
पणिहाण-जोगजुत्तो, पंचहिं समिइहिं तीहिं गुत्तीहिं ||
एस चरित्तायारो, अट्ठविहो होई नायव्वो ||१||
*ईर्या-समिति ते अणजोये हिंड्या. भाषासमिति ते सावद्य वचन बोल्या. एषणा समिति ते 'तृण डगल, अन्न पाणी असूझतुं लीधुं. आदानभंडमत्त निक्खवेणा समिति ते आसन, शयन, उपकरण, मातरुं प्रमुख अणपूंजी जीवाकुल भूमिकाए मूक्युं लीधुं. पारिष्ठापनिका समिति ते मल मूत्र श्लेष्मादिक अणपूंजी जीवाकुल भूमिकाए परठव्युं. मनोगुप्ति-मनमां आर्त्त-रोद्र ध्यान ध्यायां. वचनगुप्ति सावद्य, वचन बोल्यां. कायगुप्ति शरीर अणपडिलेह्युं हलाव्युं, अणपूंजे बेठा. ए अष्ट प्रवचन माता साधुतणे धर्मे सदैव अने श्रावक तणे धर्मे सामायिक पोसह लीधे रूडी पेरे पाळ्यां नहीं, खंडणा विराधना हुई, चारित्राचार विषईओ अनेरो जे कोई अतिचार पक्ष दिवसमांही सूक्ष्म बादर जाणतां अजाणतां हुओ होय, ते सवि हुं मने वचने कायाए करी मिच्छा मि दुक्कडं ।।३।।
विशेषतः श्रावकतणे धर्मे* श्री सम्यक्त्व मूल बार व्रत सम्यक्त्वतणा पांच अतिचार ।। संका-कंख-विगिच्छा || शंका-श्री अरिहंततणां बळ, अतिशय, ज्ञानलक्ष्मी, गांभीर्यादिक गुण, शाश्वती प्रतिमा, चारित्रीयानां चारित्र, श्री जिनवचनतणो संदेह कीधो | आकांक्षा-ब्रह्मा, विष्णु, महेश्वर, क्षेत्रपाल, गोगो, आसपाल, पादरदेवता, गोत्रदेवता, ग्रहपूजा, विनायक, हनुमंत, सुग्रीव, वाली, नाह, ईत्येवमादिक देश, नगर, गाम, गोत्र, नगरी, जूजूआ देव देहराना प्रभाव देखी रोग आतंक कष्ट आव्ये ईहलोक परलोकार्थे पूज्या मान्या. सिद्ध विनायक जीराऊलाने मान्युं-ईच्छ्युं. बौद्ध, सांख्यादिक, संन्यासी, ''भरडा, भगत, लिंगिया, जोगिया, जोगी, दरवेश, अनेरा दर्शनीयातणो कष्ट, मंत्र चमत्कार देखी परमार्थ जाण्या विना भूल्या व्या मोह्या. कुशास्त्र शीख्यां, सांभळ्यां. श्राद्ध, संवच्छरी, होळी, बलेव, माहि पूनम, अजापडवो, प्रेतबीज, गौरीत्रीज, विनायक चोथ, नागपांचमी, झीलणाछट्ठी, शीलसातमी, ध्रुवआठमी, नोली नवमी, अहवा दशमी, व्रत अगियारशी, वच्छबारशी, धनतेरशी, अनंत चउदशी, अमावास्या, आदित्यवार, उत्तरायण नैवेद्य कीधां. नवोदक, याग भोग, उतारणां कीधां, कराव्यां, अनुमोद्यां. पींपले पाणी घाल्यां, घलाव्यां, घर बाहिर क्षेत्रे, खले, कूवे तळावे, नदीए, द्रहे, वावीए, समुद्रे, कुंडे पुण्यहेतु स्नान कीधां, कराव्यां, अनुमोद्यां, दान दीधां. ग्रहण, शनैश्र्वर, माहमासे नवरात्रिए न्हाया. अजाणना थाप्यां', अनेराई व्रत व्रतोलां कीधां, कराव्यां, वितिगिच्छा धर्म संबंधीया फल तणे विषे संदेह कीधो. जिन अरिहंत धर्मना आगार, विश्वोपकारसागर, मोक्षमार्गना दातार, ईस्या गुण भणी न मान्या, न पूज्या. महासती, महात्मानी, ईहलोक परलोक संबंधीआ भोगवांछित पूजा कीधी. रोग, आतंक, कष्ट आव्ये खीण वचन भोग मान्या. महात्मानां भात, पाणी, मल शोभा तणी निंदा कीधी. कुचारित्रीया देखी चारित्रीया उपर कुभाव हुओ. मिथ्यात्वीतणी पूजा प्रभावना देखी प्रशंसा कीधी, प्रीति मांडी. दाक्षिण्य लगे तेहनो धर्म मान्यो, कीधो ।। श्री सम्यक्त्व व्रत विषईओ अनेरो जे कोई अतिचार पक्ष दिवसमांहि.
पहेले स्थूल प्राणातिपातविरमण व्रते पांच अतिचार | वहबंध छविच्छेए. II द्विपद चतुष्पद प्रत्ये रीसवशे गाढो घाव घाल्यो, गाढे बंधने बांध्यो. अधिक भार घाल्यो. निर्लांछन कर्म कीधां. चारा-पाणी तणी वेळाए सारसंभाळ न कीधी. लेहणे देहणे किणहि प्रत्ये लंघाव्यो, तेणे भूखे आपणे जम्या. कन्हे रही मराव्यो. बंदीखाने घलाव्यो. सळ्यां धान तावडे नाख्यां, दळाव्यां, भरडाव्यां, शोधी न वावर्यां ईंधण, छाणां अणशोध्यां बाळ्यां. ते मांहि साप, विंछी, खजूरा, सरवला, मांकड, जूआ, गींगोडा साहतां मुआ, दुहव्या, रूडे स्थानके न मूक्या. कीडी मंकोडीनां ईंडां विछोह्यां, लीख फोडी, उदेही, कीडी, मंकोडी, धीमेल, कातरा, चूडेल, पतंगिया, देडकां, अलसीयां, ईअल, कुंतां, डांस, मसा, बगतरा, माखी, तीड प्रमुख जीव विणट्ठा. माळा हलावतां चलावतां पंखी, चकलां, काग तणां ईंडां फोड्यां. अनेरा एकेंद्रियादिक जीव विणास्या, चांप्या, दुहव्या. कांई हलावतां, चलावतां, पाणी छांटतां अनेरां कांई कामकाज करतां, निर्ध्वंसपणुं कीधुं.
जीवरक्षा रूडी न कीधी. संखारो सूकव्यो. रूडुं गलणुं न कीधुं, अणगळ पाणी वापर्युं. रूडी जयणा न कीधी. अणगळ पाणीए झील्या, लुगडां धोयां. खाटला तावडे नांख्या, झाटक्या. जीवाकुल भूमि लींपी. वाशी गार राखी, दलणे, खांडणे, लींपणे रूडी जयणा न कीधी. आठम चउदसना नियम भांग्या. धूणी करावी, पहेले स्थूल प्राणातिपात विरमणव्रत विषईओ अनेरो जे कोई अतिचार पक्ष दिवसमांहि ||१||
बीजे स्थूल मृषावादविरमणव्रते पांच अतिचार: सहसा रहस्सदारे || सहसात्कारे कुणह प्रत्ये अजुगतुं आळ अभ्याख्यान दीधुं. स्वदारा-मंत्रभेद कीधो. अनेरा कुणहनो मंत्र, आलोच मर्म प्रकाश्यो. कुणहने अनर्थ पाडवा कूडी बुद्धि कीधी. कूडो लेख लख्यो. कूडी साख भरी. थापणमोसो कीधो. कन्या, गौ, ढोर, भूमिसंबंधी लेहणेदेहणे व्यवसाये वाद वढवाड करतां मोटकुं जूठुं बोल्या, हाथ पग तणी गाळ दीधी. कडकडा मोड्या. मर्मवचन बोल्यां ॥ बीजे स्थूल मृषावादविरमणव्रत विषईओ अनेरो जे कोई अतिचार पक्ष ॥२॥
त्रीजे स्थूल अदत्तादानविरमण व्रते पांच अतिचार । तेनाहडप्पओगे || घर बाहिर क्षेत्रे खले पराई वस्तु अणमोकली लीधी, वावरी, चोराई वस्तु वहोरी. चोर धाड प्रत्ये संकेत कीधो. तेहने संबल दीधुं. तेहनी वस्तु लीधी. विरुद्ध राज्यातिक्रम कीधो. नवा, पुराणा, सरस, विरस, सजीव, निर्जीव वस्तुना भेल संभेल कीधां. कूडे काटले, तोले, माने, मापे वहोर्यां. दाणचोरी कीधी. कुणहीने लेखे वरांस्यो. साटे लांच लीधी. कूडो करहो काढ्यो. विश्वासघात कीधो. परवंचना कीधी, पासंग कूडां कीधां. दांडी चढावी. लहके त्रहके कूडां काटलां, मान मापां कीधां. माता, पिता, पुत्र मित्र, कलत्र, वंची कुणहिने दीधुं. जुदी गांठ कीधी. थापण ओळवी. कुणहिने लेखे पलेखे भूलव्युं. पडी वस्तु ओळवी लीधी ॥ त्रीजे स्थूल अदत्तादानविरमणव्रत विषईओ अनेरो जे कोई अतिचार पक्ष दिवस ॥३॥
चोथे स्वदारासंतोष परस्त्रीगमनविरमणव्रते पांच अतिचार | अपरिग्ग हियाईत्तर ।। 'अपरिगृहितागमन, ईत्वरपरिगृहितागमन कीधुं, विधवा, वेश्या, परस्त्री, कुलांगना, स्वदाराशोकतणे विषे दृष्टिविपर्यास कीधो. सराग वचन बोल्यां. आठम चउदस, अनेरी पर्वतिथिना नियम लई भांग्या. घर घरणां कीधां, कराव्यां. वरवहू वखाण्यां. कुविकल्प चिंतव्यो. ‘अनंगक्रीडा कीधी. स्त्रीनां अंगोपांग नीरख्यां, पराया विवाह जोड्या. ढींगला ढींगली परणाव्यां कामभोगतणे विषे तीव्र अभिलाष कीधो. "अतिक्रम, व्यतिक्रम, अतिचार अनाचार सुहणे स्वप्नान्तरे हुआ. कुस्वप्न लाध्यां. नट, विट, स्त्रीशुं हांसुं कीधुं || चोथे स्वदारासंतोष परस्त्री गमन विरमण व्रत विषईओ अनेरो जे अतिचार पक्ष दिवस ||४||
पांचमे परिग्रह परिमाणव्रते पांच अतिचार || धणधन्न खित्तवत्थू || धन धान्य, क्षेत्र, वास्तु, रूप्य, सुवर्ण, कुप्य, द्विपद, चतुष्पद, ए नवविध परिग्रह तणा नियम उपरांत वृद्धि देखी मूर्छा लगे संक्षेप न कीधो. माता, पित् पुत्र, स्त्रीतणे लेखे कीधो. परिग्रह परिमाण लीधुं नहीं. लईने पढिउं° नहीं, पढवुं विसार्युं. अलीधुं मेल्युं. नियम विसार्या ॥ पांचमे परिग्रह परिमाण व्रत विषईओ अनेरो जे कोई अतिचार पक्ष दिवसमांहि ॥५॥
छट्ठे दिग्परिमाणव्रते पांच अतिचार । गमणस्स उ परिमाणे ॥ ऊर्ध्व दिशि अधो दिशि, तिर्यग् दिशिए जावा आववा तणा नियम लई भांग्या. अनाभोगे विस्मृत लगे अधिक भूमि गया. पाठवणी आघी पाछी मोकली. वहाण व्यवसाय कीधो. वर्षाकाले गामतरुं कीधुं. भूमिका एक गमा संक्षेपी, बीजी गमा वधारी छट्ठे दिग्परिमाण व्रत विषईओ अनेरो जे कोई अतिचार पक्ष दिवसमांहि || ६ ||
सातमे भोगोपभोग परिमाणव्रते भोजन आश्रयी पांच अतिचार अने कर्महुंती पंदर अतिचार, एवं वीश अतिचार II सचित्ते पडिबद्धे II सचित्त नियम लीधे अधिक सचित्त लीधुं, अपक्वाहार, दुष्पक्वाहार, तुच्छौषधितणुं भक्षण कीधुं. ओला, उंबी, पोंक, पापडी खाधां |
सच्चित्त दव्व-विगई-वाणहतं-बोल-वत्थ-कुसुमेसु ।
वाहण-सयण-विलेवण बंभ-दिसि-ण्हाण-भत्तेसु ।।१।।
ए चउद नियम दिनगत, रात्रिगत लीधा नहीं. ।
लईने भांग्या. बावीश अभक्ष्य, बत्रीश अनंतकायमांहि आदु, मूला, गाजर, पिंड, पिंडालु, कचूरो, सूरण 'कुणी आंबली, गलो, वाघरडां खाधां. वाशी कठोल, पोली रोटली, त्रण दिवसनुं ओदन लीधुं. मधु, महुडां, माखण, माटी, वेंगण, पीलु, पीच, पंपोटा, विष, हिम, करहा, घोलवडां, अजाण्यां फल, टिंबरुं, गुंदां, महोर, बोळ अथाणुं, आम्बलबोर, काचुं मीठुं, तिल, खसखस, कोठिंबडां खाधां. रात्रि भोजन कीधां. लगभग वेळाए वाळुं कीधुं. दिवस विणउगे शीराव्या, तथा कर्मतः पन्नर कर्मादान - ईंगालकम्मे, वणकम्मे, साडिकम्मे, भाडिकम्पे, फोडिकम्मे, ए पांच कर्म ॥ दंतवाणिज्जे, लक्खवाणिज्जे, रसवाणिज्जे, केसवाणिज्जे, विसवाणिज्जे, ए पांच वाणिज्य, जंतपिल्लणकम्मे, निल्लंछणकम्मे, दवग्गिदावणया, सरदह तलायसोसणया, असई पोसणया, ए पांच सामान्य, ए पांच कर्म, पांच वाणिज्य, पांच सामान्य एवं पन्नर कर्मादान बहु सावद्य महारंभ, रांगण लीहाला कराव्या, ईंट निभाडा पकाव्या. धाणी, चणा, पक्वान करी वेच्यां वाशी माखण तवाव्यां. तिल वोहोर्या, फागण मास उपरांत राख्या दलीदो कीधो. अंगीठा कराव्या. श्वान, बिलाडा, सूडा सालहि पोष्यां. अनेरां जे कांई बहु सावद्य खरकर्मादिक समाचर्या. वाशी गार राखी. लींपणे गूंपणे महारंभ कीधो. अणशोध्या चूलां संध्रूक्या. घी, तेल, गोळ, छाशतणां भाजन उघाडां मूक्यां. ते मांहि माखी, कुंति, उंदर, गीरोली, पडी, कीडी चडी, तेनी जयणा न कीधी || सातमे भोगोपभोग परिमाण व्रत विषईओ अनेरो जे कोई अतिचार पक्ष दिवसमांहि II७II
आठमे अनर्थदंडविरमणव्रते पांच अतिचार ||
कंदप्पे कुक्कुईए, II
कंदर्प्प लगे विटचेष्टा हास्य, खेल, कुतूहल कीधां. पुरुष स्त्रीना हावभाव, रूप, शृंगार, विषयरस वखाण्या. राजकथा, भक्तकथा', देशकथा, स्त्रीकथा कीधी. पराई तांत' कीधी तथा पेशुन्यपणुं कीधुं, आर्त्त रोद्रध्यान ध्यायां. खांडा, कटार, कोश, कुहाडा, रथ, उखल', मुशल', अग्नि, घरंटी, निसाहे, दातरडां, प्रमुख अधिकरण मेली दाक्षिण्य लगे माग्या आप्या. पापोपदेश कीधो. अष्टमी चतुर्दशीए खांडवा दळवा तणा नियम भांग्या. मुखरपणा लगे असंबद्ध वाक्य बोल्यां. प्रमादाचरण सेव्यां. अंघोले, नाहणे, दातणे, पग धोअणे, खेल पाणी तेल छांट्यां. झीलणे झील्या. जुगटे रम्या. हिंचोले हिंच्या. नाटक प्रेक्षणक जोयां. कण, ''कुवस्तु ढोर लेवराव्यां. कर्कश' वचन बोल्यां, आक्रोश कीधा. अबोला लीधा. करकडा मोड्या. मच्छर धर्यो. संभेडा लगाड्या. श्राप दीधा, भेंसा, सांढ, हुडु'', कूकडा, श्वानादिक झुझार्या, झूझतां जोयां. खादि लगे अदेखाई चिंतवी. माटी, मीठुं, कण, कपासिया, काज विण चांप्या, ते उपर बेठा, आली वनस्पति खूंदी. सूई, शस्त्रादिक निपजाव्यां. घणी निद्रा कीधी. राग द्वेष लगे एकने ऋद्धि परिवार वांछी, एकने मृत्यु हानि वांछी II आठमे अनर्थदंड विरमणव्रत विषईओ अनेरो जे कोई अतिचार पक्ष दिवसमांहि [८]
नवमे सामायिक व्रते पांच अतिचार II
तिविहे दुप्पणिहाणे |
सामायिक लीधे मने आहट्ट, दोहट्ट चिंतव्युं. सावद्य वचन बोल्यां. शरीर अणपडिलेह्युं हलाव्युं. छती वेळाए सामायिक न लीधुं. सामायिक लई उघाडे मुखे बोल्या. उंघ आवी. वात विकथा घरतणी चिंता कीधी.
वीज दीवा तणी उजेहि हुई कण, कपासिया, माटी, मीठुं, खडी, धावडी, अरणेटो पाषाण प्रमुख चांप्या, पाणी, नील, फूल, सेवाल, हरियकाय, बीयकाय ईत्यादिक आभड्यां, स्त्री तिर्यंचतणा निरंत परंपर संघट्ठ हुआ. मुहपत्तिओ संघट्टी सामायिक अणपूग्युं पार्युं, पारवुं विसार्युं || नवमे सामायिक व्रत विषईओ अनेरो जे कोई अतिचार पक्ष दिवस ||९||
दशमे देशावगाशिक व्रते पांच अतिचार ||
आणवी पेसवणे || आणवणप्पओगे, पेसवणप्पओगे, सद्दाळुवाई, रूवाणुवाई, बहियापुग्गलपक्खेवे नियमित भूमिकामांहि बाहेरथी कांई अणाव्युं. आपण कन्हे थकी बाहेर कांई मोकल्युं अथवा रूप देखाडी, कांकरो नाखी, साद करी आपणपणुं छतुं जणाव्युं दशमे देशावकाशिक व्रत विषईओ अनेरो जे कोई अतिचार पक्ष दिवसमांहि II१०
अग्यारमे पौषधोपवास व्रते पांच अतिचार ।।
संथारुच्चारविहि अप्पडिलेहिय दुप्पडिलेहिय सिज्जासंथारए,
अप्पडिलेहिय दुप्पडिलेहिय उच्चार पासवण भूमि ।।
पोसह लीधे संथारा तणी भूमि न पूंजी. बाहिरलां लहुडां वडां स्थंडिल दिवसे शोध्यां नहीं, पडिलेह्यां नहीं. मातरुं अणपूंज्युं हलाव्युं, अणपूंजी भूमिकाए परठव्युं. परठवतां ‘‘अणुजाणह, जस्सुग्गहो’ न कह्यो, परठव्या पूंठे वार त्रण’ वोसिरे वोसिरे' न कह्युं. पोसहशालामांहि पेसतां ‘निसीहि’, नीसरतां ‘आवस्सहि’ वार त्रण भणी नहीं. पुढवी अप्, तेउ वाउ, वनस्पति, त्रसकायतणा संघट्ट, परिताप, उपद्रव हुआ. संथारा पोरिसि तणो विधि भणवो विसार्यो. पोरिसिमांहे उंघ्या. अविघे संथारो पाथर्यो. पारणादिकतणी चिंता कीधी. काळवेळाए देव न वांद्या. पडिक्कमणुं न कीधुं. पोसह असूरो लीधो, सवेरो पार्यो. पर्वतिथिए पोसह लीधो नहीं || अग्यारमे पोषधोपवास व्रत विषईओ अनेरो जे कोई अतिचार पक्ष ||११||
बारमे अतिथि संविभाग व्रते पांच अतिचार II
सच्चित्ते निक्खिवणे II
सचित्त वस्तु हेठ उपर छतां महात्मा महासती प्रत्ये असूझतुं° दान दीधुं. देवानी बुद्धे असूझतुं फेडी सूझतुं कीधुं, परायुं फेडी आपणुं कीधुं. अणदेवानी बुद्धे सूझतुं फेडी असूझतुं कीधुं, आपणुं फेडी परायुं कीधुं. वहोरवा वेला टली रह्या. असुर करी महात्मा तेड्या. मच्छर धरी दान दीधुं. गुणवंत आव्ये भक्ति न साचवी. छती शक्ते साहम्मिवच्छल्ल न कीधुं. अनेरां धर्मक्षेत्र सीदातां छती शक्तिए उद्धर्यां नहीं. दीन’ क्षीण प्रत्ये अनुकंपादान न कीधुं.
बारमे अतिथि संविभागव्रत विषईओ अनेरो जे कोई अतिचार पक्ष दिवसमांहि ||१२||
संलेषणा तणा पांच अतिचार ।
ईहलोए परलोए ||
ईहलोगासंसप्पओगे, परलोगासंसप्पओगे, जीविआसंसप्पओगे,
मरणासंसप्पओगे, कामभोगासंसप्पओगे ।।
ईहलोके धर्मना प्रभाव लगे राजऋद्धि, सुख, सौभाग्य, परिवार वांछ्या. परलोके देव, देवेंद्र, विद्याधर, चक्रवर्ती तणी पदवी वांछी, सुख आव्ये जीवितव्य वांछ्युं, दु:ख आव्ये मरण वांछ्युं. कामभोग तणी वांछा कीधी ||
'संलेषणा व्रत विषईओ अनेरो जे कोई अतिचार पक्ष दिवसमांहि ||१३||
तपाचार बार भेद, छ बाह्य, छ अत्यंतर ||
अणसणमूणोअरिआ ||
अणसण भणी उपवास विशेष पर्वतिथिए छती शक्तिए कीधो नहीं. ऊणोदरीव्रत ते कोलिया पांच सात ऊणा रह्या नहीं. वृत्तिसंक्षेप ते द्रव्य भणी सर्व वस्तुनो संक्षेप कीधो नहि. रसत्याग ते विगईत्याग न कीधो. कायक्लेश लोचादिक कष्ट सहन कर्यां नहीं. संलीनता-अंगोपांग संकोची राख्या नहीं. पच्चकखाण भांग्या. पाटलो डगडगतो फेड्यो नहीं. गंठसी, पोरिसी, साड्ढपोरिसी, पुरिमड्ढ, एकासणुं, बिआसणुं नीवि, आंबिल प्रमुख पच्चक्खाण पारवुं विसार्युं. बेसतां नवकार न भण्यो. उठतां पच्चक्खाण करवुं विसार्युं. गंठसिउं भांग्युं. नीवि, आंबिल उपवासादिक तप करी काचुं पाणी पीधुं. वमन हुओ. बाह्य तप विषईओ अनेरो जे कोई अतिचार पक्ष ||१४॥
अभ्यंतर तप, पायच्छित्तं विणओ II
मनशुद्धे गुरु कन्हे आलोअणा लीधी नहीं. गुरुदत्त प्रायश्चित्त तप लेखा शुद्धे पहुंचाड्यो नहीं. देव, गुरु, संघ, साहम्मि प्रत्ये विनय साचव्यो नहीं. बाल, वृद्ध, ग्लान, तपस्वी, प्रमुखनुं वैयावच्च न कीधुं. वाचना, पृच्छना, परावर्तना, अनुप्रेक्षा, धर्मकथा लक्षण पंचविध स्वाध्याय न कीधो. धर्मध्यान, शुक्लध्यान न ध्यायां, आर्त्तध्यान, रोद्रध्यान ध्यायां. कर्मक्षय निमित्ते लोगस्स दस वीसनो काउस्सग्ग न कीधो । अभ्यंतर तप विषईओ अनेरो जे कोई अतिचार पक्ष दिवसमांहि ||१५॥
वीर्याचारना त्रण अतिचार |
अणिगृहिअबलवीरिओ
पढवे, गुणवे, विनय, वैयावच्च, देवपूजा, सामायिक, पोसह, दान, शील, तप, भावनादिक धर्मकृत्यने विषे मन वचन कायातणुं छतुं बल, छतुं ‘वीर्य गोपव्युं. रूडां पंचांग खमासमण न दीधां. वांदणा तणा आवर्त विधि साचव्या नहीं. 'अन्यचित्त निरादरपणे बेठा. उतावळुं देववंदन, पडिक्कमणुं कीधुं ॥ वीर्याचार विषईओ अनेरो जे कोई अतिचार पक्ष ||१६||
नाणाईअट्ठ पईवय-सम्मसंलेहण पण पन्नर कम्मसु |
बारस तप विरिअतिगं, चउव्वीससयं अईयारा ॥
पडिसिद्धाणं करणे ॥
प्रतिषेध अभक्ष्य, अनंतकाय, बहुबीज भक्षण, महारंभपरिग्रहादिक कीधां. जीवाजीवादिक सूक्ष्म विचार सद्दह्या नहीं. आपणी कुमतिलगे उत्सूत्र प्ररूपणा कीधी. तथा प्राणातिपात, मृषावाद, अदत्तादान, मैथुन, परिग्रह, क्रोध, मान, माया, लोभ, राग, द्वेष, कलह, अभ्याख्यान, पैशुन्य, रति-अरति, परपरिवाद, माया-मृषावाद, मिथ्यात्वशल्य ए अढार पापस्थान कीधां, कराव्यां अनुमोद्यां होय. दिनकृत्य प्रतिक्रमण, विनय, वैयावच्च न कीधां. अनेरुं जे कांई वीतरागनी आज्ञा विरुद्ध कीधुं, कराव्युं, अनुमोद्युं होय |
ए चिहुं प्रकारमांहि अनेरो जे कोई अतिचार पक्ष दिवसमांहि, सूक्ष्म बादर जाणतां अजाणतां हुओ होय ते सवि हुं मने वचने कायाए करी मिच्छामिदुक्कडं II१७II
एवंकारे श्रावकतणे धर्मे श्री समकितमूल बार व्रत, एकसो चोवीश अतिचारमांहि अनेरो जे कोई अतिचार पक्ष दिवसमांहि सूक्ष्म बादर जाणतां अजाणतां हुओ होय ते सवि हुं मने वचने कायाए करी मिच्छा मि दुक्कडं.
ईति श्री श्रावक पक्खी, चोमासी संवच्छरी अतिचार समाप्त.
|| ATICHAR SOOTRA Gujrati lyrics ||
|| (૫૩) શ્રી પાક્ષિકાદિ અતિચાર સૂત્ર ||
નાણંમિ દંસણંમિ અ, ચરણંમિ તવંમિ તહ ય વીરિયંમિ
આયરણં આયારો, ઈય એસો પંચહા ભણિઓ ॥
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર; એ પંચવિધ આચારમાંહિ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હુ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં ॥૧॥
તત્ર જ્ઞાનાચારે આઠ અતિચાર II
કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિણ્હવણે;
વંજણ અત્થ તદુભએ, અટ્ઠવિહો નાણ-માયારો ॥૧॥
જ્ઞાન કાળ વેળાએ ભણ્યો ગુણ્યો નહીં, અકાળે ભણ્યો, વિનયહીન, બહુમાનહીન, યોગ-ઉપધાનહીન, અનેરા કન્હે ભણી અનેરો ગુરુ કહ્યો. દેવ ગુરુ વાંદણે, પડિક્કમણે સજ્ઝાય કરતાં, ભણતાં, ગુણતાં, કૂડો અક્ષર કાને માત્રાએ અધિકો ઓછો ભણ્યો. સૂત્ર કૂડું કહ્યું, અર્થ કૂડો કહ્યો, તદુભય કૂડાં કહ્યાં, ભણીને વિસાર્યાં.
સાધુ તણે ધર્મે કાજો અણઉદ્ધર્યે, ‘ડાંડો અણપડિલેહ્યે, વસતિ અણશોધે,* અણપવેસે,* અસજ્ઝાય અણોજ્ઝાયમાંહે શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત ભણ્યો ગુણ્યો. શ્રાવકતણે ધર્મે થવિરાવલિ, પડિક્કમણાં, ઉપદેશમાળા પ્રમુખ સિદ્ધાંત ભણ્યો ગુણ્યો, કાળવેળા કાજો અણઉદ્ધર્યે પઢ્યો. જ્ઞાનોપગરણ પાટી, પોથી, ઠવણી, કવલી, નોકારવાળી, સાપડા, સાપડી, દસ્તરી, વહી, ઓલિયા પ્રમુખ પ્રત્યે પગ લાગ્યો, થૂંક લાગ્યું, થૂંકે કરી અક્ષર માંજ્યો, ઓશીસે ધર્યો, કને છતાં આહાર નિહાર કીધો.
જ્ઞાનદ્રવ્ય ભક્ષતાં ઉપેક્ષા કીધી. ''પ્રજ્ઞાપરાધે વિણાશ્યો, વિણસતો ઉવેખ્યો, છતી શક્તિએ સારસંભાળ ન કીધી. જ્ઞાનવંત પ્રત્યે દ્વેષ, મત્સર ચિંતવ્યો, અવજ્ઞા આશાતના કીધી. કોઈ પ્રત્યે ભણતાં, ગણતાં અંતરાય કીધો. આપણા જાણપણા તણો ગર્વ ચિંતવ્યો. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન એ પંચવિધ જ્ઞાનતણી અસદ્દહણા કીધી. કોઈ તોતડો, બોબડો દેખી હસ્યો, વિતક્ર્યો, અન્યથા પ્રરૂપણા કીધી || જ્ઞાનાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ ||૧||
દર્શનાચારે આઠ અતિચાર
નિસ્સંકિય નિક્કંખિય, નિવ્વિતિગિચ્છા અમૂઢદિટ્ઠિ અ |
ઉવવૂહ થિરીકરણે, વચ્છ લ્લ પભાવણે અટ્ઠ ॥૧॥
દેવ-ગુરુ-ધર્મ તણે વિષે નિઃશંકપણું ન કીધું, તથા એકાંત નિશ્ચય ન કીધો. ધર્મ સંબંધીયા ફલ તણે વિષે નિઃસંદેહ બુદ્ધિ ધરી નહીં. સાધુ-સાધ્વીનાં મલ મલિન ગાત્ર દેખી દુગંછા નિપજાવી. કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર અભાવ હુઓ. મિથ્યાત્વી તણી પૂજા પ્રભાવના દેખી મૂઢદ્દષ્ટિપ ણું કીધું તથા સંઘમાંહે ગુણવંતતણી 'અનુપબૃંહણા કીધી. અસ્થિરીકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ નીપજાવી, અબહુમાન કીધું. તથા દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય, ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણાશ્યા, વિણસતાં ઉવેખ્યાં, છતી શક્તિએ સારસંભાળ ન કીધી. તથા સાધર્મિક સાથે કલહ કર્મબંધ કીધો. અધોતી, ‘અષ્ટપડ મુખકોશ પાખે દેવપુજા કીધી. બિંબ પ્રત્યે વાસકૂંપી, ધૂપધાણું, કળશ તણો ઠબકો લાગ્યો. બિંબ હાથ થકી પાડ્યું. ઉસાસ-નિઃસાસ લાગ્યો. દેહરે, ઉપાશ્રયે, મલશ્લેષ્માદિક લોહ્યું. દેહરામાંહે હાસ્ય, ખેલ, કેલિ, કુતૂહલ, આહાર-નિહાર કીધાં. પાન સોપારી, નિવેદીઆં ખાધાં, ઠવણાયરિય હાથ થકી પાડ્યા, પડિલેહવા વિસાર્યાં. જિનભવને ચોરાશી આશાતના, ગુરુ ગુરુણી પ્રત્યે તેત્રીશ આશાતના કીધી હોય, ગુરુવચન તહત્તિ કરી પડિવજ્યું નહીં, દર્શનાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ II૨॥
ચારિત્રાચારે આઠ અતિચાર
પણિહાણ-જોગજુત્તો, પંચહિં સમિઇહિં તીહિં ગુત્તીહિં ||
એસ ચરિત્તાયારો, અટ્ઠવિહો હોઈ નાયવ્વો ||૧||
*ઈર્યા-સમિતિ તે અણજોયે હિંડ્યા. ભાષાસમિતિ તે સાવદ્ય વચન બોલ્યા. એષણા સમિતિ તે 'તૃણ ડગલ, અન્ન પાણી અસૂઝતું લીધું. આદાનભંડમત્ત નિક્ખવેણા સમિતિ તે આસન, શયન, ઉપકરણ, માતરું પ્રમુખ અણપૂંજી જીવાકુલ ભૂમિકાએ મૂક્યું લીધું. પારિષ્ઠાપનિકા સમિતિ તે મલ મૂત્ર શ્લેષ્માદિક અણપૂંજી જીવાકુલ ભૂમિકાએ પરઠવ્યું. મનોગુપ્તિ-મનમાં આર્ત્ત-રોદ્ર ધ્યાન ધ્યાયાં. વચનગુપ્તિ સાવદ્ય, વચન બોલ્યાં. કાયગુપ્તિ શરીર અણપડિલેહ્યું હલાવ્યું, અણપૂંજે બેઠા. એ અષ્ટ પ્રવચન માતા સાધુતણે ધર્મે સદૈવ અને શ્રાવક તણે ધર્મે સામાયિક પોસહ લીધે રૂડી પેરે પાળ્યાં નહીં, ખંડણા વિરાધના હુઈ, ચારિત્રાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહી સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં ।।૩।।
વિશેષતઃ શ્રાવકતણે ધર્મે* શ્રી સમ્યક્ત્વ મૂલ બાર વ્રત સમ્યક્ત્વતણા પાંચ અતિચાર ।। સંકા-કંખ-વિગિચ્છા || શંકા-શ્રી અરિહંતતણાં બળ, અતિશય, જ્ઞાનલક્ષ્મી, ગાંભીર્યાદિક ગુણ, શાશ્વતી પ્રતિમા, ચારિત્રીયાનાં ચારિત્ર, શ્રી જિનવચનતણો સંદેહ કીધો | આકાંક્ષા-બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાલ, ગોગો, આસપાલ, પાદરદેવતા, ગોત્રદેવતા, ગ્રહપૂજા, વિનાયક, હનુમંત, સુગ્રીવ, વાલી, નાહ, ઈત્યેવમાદિક દેશ, નગર, ગામ, ગોત્ર, નગરી, જૂજૂઆ દેવ દેહરાના પ્રભાવ દેખી રોગ આતંક કષ્ટ આવ્યે ઈહલોક પરલોકાર્થે પૂજ્યા માન્યા. સિદ્ધ વિનાયક જીરાઊલાને માન્યું-ઈચ્છ્યું. બૌદ્ધ, સાંખ્યાદિક, સંન્યાસી, ''ભરડા, ભગત, લિંગિયા, જોગિયા, જોગી, દરવેશ, અનેરા દર્શનીયાતણો કષ્ટ, મંત્ર ચમત્કાર દેખી પરમાર્થ જાણ્યા વિના ભૂલ્યા વ્યા મોહ્યા. કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં. શ્રાદ્ધ, સંવચ્છરી, હોળી, બલેવ, માહિ પૂનમ, અજાપડવો, પ્રેતબીજ, ગૌરીત્રીજ, વિનાયક ચોથ, નાગપાંચમી, ઝીલણાછટ્ઠી, શીલસાતમી, ધ્રુવઆઠમી, નોલી નવમી, અહવા દશમી, વ્રત અગિયારશી, વચ્છબારશી, ધનતેરશી, અનંત ચઉદશી, અમાવાસ્યા, આદિત્યવાર, ઉત્તરાયણ નૈવેદ્ય કીધાં. નવોદક, યાગ ભોગ, ઉતારણાં કીધાં, કરાવ્યાં, અનુમોદ્યાં. પીંપલે પાણી ઘાલ્યાં, ઘલાવ્યાં, ઘર બાહિર ક્ષેત્રે, ખલે, કૂવે તળાવે, નદીએ, દ્રહે, વાવીએ, સમુદ્રે, કુંડે પુણ્યહેતુ સ્નાન કીધાં, કરાવ્યાં, અનુમોદ્યાં, દાન દીધાં. ગ્રહણ, શનૈશ્ર્વર, માહમાસે નવરાત્રિએ ન્હાયા. અજાણના થાપ્યાં', અનેરાઈ વ્રત વ્રતોલાં કીધાં, કરાવ્યાં, વિતિગિચ્છા ધર્મ સંબંધીયા ફલ તણે વિષે સંદેહ કીધો. જિન અરિહંત ધર્મના આગાર, વિશ્વોપકારસાગર, મોક્ષમાર્ગના દાતાર, ઈસ્યા ગુણ ભણી ન માન્યા, ન પૂજ્યા. મહાસતી, મહાત્માની, ઈહલોક પરલોક સંબંધીઆ ભોગવાંછિત પૂજા કીધી. રોગ, આતંક, કષ્ટ આવ્યે ખીણ વચન ભોગ માન્યા. મહાત્માનાં ભાત, પાણી, મલ શોભા તણી નિંદા કીધી. કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર કુભાવ હુઓ. મિથ્યાત્વીતણી પૂજા પ્રભાવના દેખી પ્રશંસા કીધી, પ્રીતિ માંડી. દાક્ષિણ્ય લગે તેહનો ધર્મ માન્યો, કીધો ।। શ્રી સમ્યક્ત્વ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ.
પહેલે સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ વ્રતે પાંચ અતિચાર | વહબંધ છવિચ્છેએ. II દ્વિપદ ચતુષ્પદ પ્રત્યે રીસવશે ગાઢો ઘાવ ઘાલ્યો, ગાઢે બંધને બાંધ્યો. અધિક ભાર ઘાલ્યો. નિર્લાંછન કર્મ કીધાં. ચારા-પાણી તણી વેળાએ સારસંભાળ ન કીધી. લેહણે દેહણે કિણહિ પ્રત્યે લંઘાવ્યો, તેણે ભૂખે આપણે જમ્યા. કન્હે રહી મરાવ્યો. બંદીખાને ઘલાવ્યો. સળ્યાં ધાન તાવડે નાખ્યાં, દળાવ્યાં, ભરડાવ્યાં, શોધી ન વાવર્યાં ઈંધણ, છાણાં અણશોધ્યાં બાળ્યાં. તે માંહિ સાપ, વિંછી, ખજૂરા, સરવલા, માંકડ, જૂઆ, ગીંગોડા સાહતાં મુઆ, દુહવ્યા, રૂડે સ્થાનકે ન મૂક્યા. કીડી મંકોડીનાં ઈંડાં વિછોહ્યાં, લીખ ફોડી, ઉદેહી, કીડી, મંકોડી, ધીમેલ, કાતરા, ચૂડેલ, પતંગિયા, દેડકાં, અલસીયાં, ઈઅલ, કુંતાં, ડાંસ, મસા, બગતરા, માખી, તીડ પ્રમુખ જીવ વિણટ્ઠા. માળા હલાવતાં ચલાવતાં પંખી, ચકલાં, કાગ તણાં ઈંડાં ફોડ્યાં. અનેરા એકેંદ્રિયાદિક જીવ વિણાસ્યા, ચાંપ્યા, દુહવ્યા. કાંઈ હલાવતાં, ચલાવતાં, પાણી છાંટતાં અનેરાં કાંઈ કામકાજ કરતાં, નિર્ધ્વંસપણું કીધું.
જીવરક્ષા રૂડી ન કીધી. સંખારો સૂકવ્યો. રૂડું ગલણું ન કીધું, અણગળ પાણી વાપર્યું. રૂડી જયણા ન કીધી. અણગળ પાણીએ ઝીલ્યા, લુગડાં ધોયાં. ખાટલા તાવડે નાંખ્યા, ઝાટક્યા. જીવાકુલ ભૂમિ લીંપી. વાશી ગાર રાખી, દલણે, ખાંડણે, લીંપણે રૂડી જયણા ન કીધી. આઠમ ચઉદસના નિયમ ભાંગ્યા. ધૂણી કરાવી, પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ ||૧||
બીજે સ્થૂલ મૃષાવાદવિરમણવ્રતે પાંચ અતિચાર: સહસા રહસ્સદારે || સહસાત્કારે કુણહ પ્રત્યે અજુગતું આળ અભ્યાખ્યાન દીધું. સ્વદારા-મંત્રભેદ કીધો. અનેરા કુણહનો મંત્ર, આલોચ મર્મ પ્રકાશ્યો. કુણહને અનર્થ પાડવા કૂડી બુદ્ધિ કીધી. કૂડો લેખ લખ્યો. કૂડી સાખ ભરી. થાપણમોસો કીધો. કન્યા, ગૌ, ઢોર, ભૂમિસંબંધી લેહણેદેહણે વ્યવસાયે વાદ વઢવાડ કરતાં મોટકું જૂઠું બોલ્યા, હાથ પગ તણી ગાળ દીધી. કડકડા મોડ્યા. મર્મવચન બોલ્યાં ॥ બીજે સ્થૂલ મૃષાવાદવિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ ॥૨॥
ત્રીજે સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રતે પાંચ અતિચાર । તેનાહડપ્પઓગે || ઘર બાહિર ક્ષેત્રે ખલે પરાઈ વસ્તુ અણમોકલી લીધી, વાવરી, ચોરાઈ વસ્તુ વહોરી. ચોર ધાડ પ્રત્યે સંકેત કીધો. તેહને સંબલ દીધું. તેહની વસ્તુ લીધી. વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધો. નવા, પુરાણા, સરસ, વિરસ, સજીવ, નિર્જીવ વસ્તુના ભેલ સંભેલ કીધાં. કૂડે કાટલે, તોલે, માને, માપે વહોર્યાં. દાણચોરી કીધી. કુણહીને લેખે વરાંસ્યો. સાટે લાંચ લીધી. કૂડો કરહો કાઢ્યો. વિશ્વાસઘાત કીધો. પરવંચના કીધી, પાસંગ કૂડાં કીધાં. દાંડી ચઢાવી. લહકે ત્રહકે કૂડાં કાટલાં, માન માપાં કીધાં. માતા, પિતા, પુત્ર મિત્ર, કલત્ર, વંચી કુણહિને દીધું. જુદી ગાંઠ કીધી. થાપણ ઓળવી. કુણહિને લેખે પલેખે ભૂલવ્યું. પડી વસ્તુ ઓળવી લીધી ॥ ત્રીજે સ્થૂલ અદત્તાદાનવિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ ॥૩॥
ચોથે સ્વદારાસંતોષ પરસ્ત્રીગમનવિરમણવ્રતે પાંચ અતિચાર | અપરિગ્ગ હિયાઈત્તર ।। 'અપરિગૃહિતાગમન, ઈત્વરપરિગૃહિતાગમન કીધું, વિધવા, વેશ્યા, પરસ્ત્રી, કુલાંગના, સ્વદારાશોકતણે વિષે દૃષ્ટિવિપર્યાસ કીધો. સરાગ વચન બોલ્યાં. આઠમ ચઉદસ, અનેરી પર્વતિથિના નિયમ લઈ ભાંગ્યા. ઘર ઘરણાં કીધાં, કરાવ્યાં. વરવહૂ વખાણ્યાં. કુવિકલ્પ ચિંતવ્યો. ‘અનંગક્રીડા કીધી. સ્ત્રીનાં અંગોપાંગ નીરખ્યાં, પરાયા વિવાહ જોડ્યા. ઢીંગલા ઢીંગલી પરણાવ્યાં કામભોગતણે વિષે તીવ્ર અભિલાષ કીધો. "અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અનાચાર સુહણે સ્વપ્નાન્તરે હુઆ. કુસ્વપ્ન લાધ્યાં. નટ, વિટ, સ્ત્રીશું હાંસું કીધું || ચોથે સ્વદારાસંતોષ પરસ્ત્રી ગમન વિરમણ વ્રત વિષઈઓ અનેરો જે અતિચાર પક્ષ દિવસ ||૪||
પાંચમે પરિગ્રહ પરિમાણવ્રતે પાંચ અતિચાર || ધણધન્ન ખિત્તવત્થૂ || ધન ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુપ્ય, દ્વિપદ, ચતુષ્પદ, એ નવવિધ પરિગ્રહ તણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મૂર્છા લગે સંક્ષેપ ન કીધો. માતા, પિત્ પુત્ર, સ્ત્રીતણે લેખે કીધો. પરિગ્રહ પરિમાણ લીધું નહીં. લઈને પઢિઉં° નહીં, પઢવું વિસાર્યું. અલીધું મેલ્યું. નિયમ વિસાર્યા ॥ પાંચમે પરિગ્રહ પરિમાણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ ॥૫॥
છટ્ઠે દિગ્પરિમાણવ્રતે પાંચ અતિચાર । ગમણસ્સ ઉ પરિમાણે ॥ ઊર્ધ્વ દિશિ અધો દિશિ, તિર્યગ્ દિશિએ જાવા આવવા તણા નિયમ લઈ ભાંગ્યા. અનાભોગે વિસ્મૃત લગે અધિક ભૂમિ ગયા. પાઠવણી આઘી પાછી મોકલી. વહાણ વ્યવસાય કીધો. વર્ષાકાલે ગામતરું કીધું. ભૂમિકા એક ગમા સંક્ષેપી, બીજી ગમા વધારી છટ્ઠે દિગ્પરિમાણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ || ૬ ||
સાતમે ભોગોપભોગ પરિમાણવ્રતે ભોજન આશ્રયી પાંચ અતિચાર અને કર્મહુંતી પંદર અતિચાર, એવં વીશ અતિચાર II સચિત્તે પડિબદ્ધે II સચિત્ત નિયમ લીધે અધિક સચિત્ત લીધું, અપક્વાહાર, દુષ્પક્વાહાર, તુચ્છૌષધિતણું ભક્ષણ કીધું. ઓલા, ઉંબી, પોંક, પાપડી ખાધાં |
સચ્ચિત્ત દવ્વ-વિગઈ-વાણહતં-બોલ-વત્થ-કુસુમેસુ ।
વાહણ-સયણ-વિલેવણ બંભ-દિસિ-ણ્હાણ-ભત્તેસુ ।।૧।।
એ ચઉદ નિયમ દિનગત, રાત્રિગત લીધા નહીં. ।
લઈને ભાંગ્યા. બાવીશ અભક્ષ્ય, બત્રીશ અનંતકાયમાંહિ આદુ, મૂલા, ગાજર, પિંડ, પિંડાલુ, કચૂરો, સૂરણ 'કુણી આંબલી, ગલો, વાઘરડાં ખાધાં. વાશી કઠોલ, પોલી રોટલી, ત્રણ દિવસનું ઓદન લીધું. મધુ, મહુડાં, માખણ, માટી, વેંગણ, પીલુ, પીચ, પંપોટા, વિષ, હિમ, કરહા, ઘોલવડાં, અજાણ્યાં ફલ, ટિંબરું, ગુંદાં, મહોર, બોળ અથાણું, આમ્બલબોર, કાચું મીઠું, તિલ, ખસખસ, કોઠિંબડાં ખાધાં. રાત્રિ ભોજન કીધાં. લગભગ વેળાએ વાળું કીધું. દિવસ વિણઉગે શીરાવ્યા, તથા કર્મતઃ પન્નર કર્માદાન - ઈંગાલકમ્મે, વણકમ્મે, સાડિકમ્મે, ભાડિકમ્પે, ફોડિકમ્મે, એ પાંચ કર્મ ॥ દંતવાણિજ્જે, લક્ખવાણિજ્જે, રસવાણિજ્જે, કેસવાણિજ્જે, વિસવાણિજ્જે, એ પાંચ વાણિજ્ય, જંતપિલ્લણકમ્મે, નિલ્લંછણકમ્મે, દવગ્ગિદાવણયા, સરદહ તલાયસોસણયા, અસઈ પોસણયા, એ પાંચ સામાન્ય, એ પાંચ કર્મ, પાંચ વાણિજ્ય, પાંચ સામાન્ય એવં પન્નર કર્માદાન બહુ સાવદ્ય મહારંભ, રાંગણ લીહાલા કરાવ્યા, ઈંટ નિભાડા પકાવ્યા. ધાણી, ચણા, પક્વાન કરી વેચ્યાં વાશી માખણ તવાવ્યાં. તિલ વોહોર્યા, ફાગણ માસ ઉપરાંત રાખ્યા દલીદો કીધો. અંગીઠા કરાવ્યા. શ્વાન, બિલાડા, સૂડા સાલહિ પોષ્યાં. અનેરાં જે કાંઈ બહુ સાવદ્ય ખરકર્માદિક સમાચર્યા. વાશી ગાર રાખી. લીંપણે ગૂંપણે મહારંભ કીધો. અણશોધ્યા ચૂલાં સંધ્રૂક્યા. ઘી, તેલ, ગોળ, છાશતણાં ભાજન ઉઘાડાં મૂક્યાં. તે માંહિ માખી, કુંતિ, ઉંદર, ગીરોલી, પડી, કીડી ચડી, તેની જયણા ન કીધી || સાતમે ભોગોપભોગ પરિમાણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ II૭II
આઠમે અનર્થદંડવિરમણવ્રતે પાંચ અતિચાર ||
કંદપ્પે કુક્કુઈએ, II
કંદર્પ્પ લગે વિટચેષ્ટા હાસ્ય, ખેલ, કુતૂહલ કીધાં. પુરુષ સ્ત્રીના હાવભાવ, રૂપ, શૃંગાર, વિષયરસ વખાણ્યા. રાજકથા, ભક્તકથા', દેશકથા, સ્ત્રીકથા કીધી. પરાઈ તાંત' કીધી તથા પેશુન્યપણું કીધું, આર્ત્ત રોદ્રધ્યાન ધ્યાયાં. ખાંડા, કટાર, કોશ, કુહાડા, રથ, ઉખલ', મુશલ', અગ્નિ, ઘરંટી, નિસાહે, દાતરડાં, પ્રમુખ અધિકરણ મેલી દાક્ષિણ્ય લગે માગ્યા આપ્યા. પાપોપદેશ કીધો. અષ્ટમી ચતુર્દશીએ ખાંડવા દળવા તણા નિયમ ભાંગ્યા. મુખરપણા લગે અસંબદ્ધ વાક્ય બોલ્યાં. પ્રમાદાચરણ સેવ્યાં. અંઘોલે, નાહણે, દાતણે, પગ ધોઅણે, ખેલ પાણી તેલ છાંટ્યાં. ઝીલણે ઝીલ્યા. જુગટે રમ્યા. હિંચોલે હિંચ્યા. નાટક પ્રેક્ષણક જોયાં. કણ, ''કુવસ્તુ ઢોર લેવરાવ્યાં. કર્કશ' વચન બોલ્યાં, આક્રોશ કીધા. અબોલા લીધા. કરકડા મોડ્યા. મચ્છર ધર્યો. સંભેડા લગાડ્યા. શ્રાપ દીધા, ભેંસા, સાંઢ, હુડુ'', કૂકડા, શ્વાનાદિક ઝુઝાર્યા, ઝૂઝતાં જોયાં. ખાદિ લગે અદેખાઈ ચિંતવી. માટી, મીઠું, કણ, કપાસિયા, કાજ વિણ ચાંપ્યા, તે ઉપર બેઠા, આલી વનસ્પતિ ખૂંદી. સૂઈ, શસ્ત્રાદિક નિપજાવ્યાં. ઘણી નિદ્રા કીધી. રાગ દ્વેષ લગે એકને ઋદ્ધિ પરિવાર વાંછી, એકને મૃત્યુ હાનિ વાંછી II આઠમે અનર્થદંડ વિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ [૮]
નવમે સામાયિક વ્રતે પાંચ અતિચાર II
તિવિહે દુપ્પણિહાણે |
સામાયિક લીધે મને આહટ્ટ, દોહટ્ટ ચિંતવ્યું. સાવદ્ય વચન બોલ્યાં. શરીર અણપડિલેહ્યું હલાવ્યું. છતી વેળાએ સામાયિક ન લીધું. સામાયિક લઈ ઉઘાડે મુખે બોલ્યા. ઉંઘ આવી. વાત વિકથા ઘરતણી ચિંતા કીધી.
વીજ દીવા તણી ઉજેહિ હુઈ કણ, કપાસિયા, માટી, મીઠું, ખડી, ધાવડી, અરણેટો પાષાણ પ્રમુખ ચાંપ્યા, પાણી, નીલ, ફૂલ, સેવાલ, હરિયકાય, બીયકાય ઈત્યાદિક આભડ્યાં, સ્ત્રી તિર્યંચતણા નિરંત પરંપર સંઘટ્ઠ હુઆ. મુહપત્તિઓ સંઘટ્ટી સામાયિક અણપૂગ્યું પાર્યું, પારવું વિસાર્યું || નવમે સામાયિક વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ ||૯||
દશમે દેશાવગાશિક વ્રતે પાંચ અતિચાર ||
આણવી પેસવણે || આણવણપ્પઓગે, પેસવણપ્પઓગે, સદ્દાળુવાઈ, રૂવાણુવાઈ, બહિયાપુગ્ગલપક્ખેવે નિયમિત ભૂમિકામાંહિ બાહેરથી કાંઈ અણાવ્યું. આપણ કન્હે થકી બાહેર કાંઈ મોકલ્યું અથવા રૂપ દેખાડી, કાંકરો નાખી, સાદ કરી આપણપણું છતું જણાવ્યું દશમે દેશાવકાશિક વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ II૧૦
અગ્યારમે પૌષધોપવાસ વ્રતે પાંચ અતિચાર ।।
સંથારુચ્ચારવિહિ અપ્પડિલેહિય દુપ્પડિલેહિય સિજ્જાસંથારએ,
અપ્પડિલેહિય દુપ્પડિલેહિય ઉચ્ચાર પાસવણ ભૂમિ ।।
પોસહ લીધે સંથારા તણી ભૂમિ ન પૂંજી. બાહિરલાં લહુડાં વડાં સ્થંડિલ દિવસે શોધ્યાં નહીં, પડિલેહ્યાં નહીં. માતરું અણપૂંજ્યું હલાવ્યું, અણપૂંજી ભૂમિકાએ પરઠવ્યું. પરઠવતાં ‘‘અણુજાણહ, જસ્સુગ્ગહો’ ન કહ્યો, પરઠવ્યા પૂંઠે વાર ત્રણ’ વોસિરે વોસિરે' ન કહ્યું. પોસહશાલામાંહિ પેસતાં ‘નિસીહિ’, નીસરતાં ‘આવસ્સહિ’ વાર ત્રણ ભણી નહીં. પુઢવી અપ્, તેઉ વાઉ, વનસ્પતિ, ત્રસકાયતણા સંઘટ્ટ, પરિતાપ, ઉપદ્રવ હુઆ. સંથારા પોરિસિ તણો વિધિ ભણવો વિસાર્યો. પોરિસિમાંહે ઉંઘ્યા. અવિઘે સંથારો પાથર્યો. પારણાદિકતણી ચિંતા કીધી. કાળવેળાએ દેવ ન વાંદ્યા. પડિક્કમણું ન કીધું. પોસહ અસૂરો લીધો, સવેરો પાર્યો. પર્વતિથિએ પોસહ લીધો નહીં || અગ્યારમે પોષધોપવાસ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ ||૧૧||
બારમે અતિથિ સંવિભાગ વ્રતે પાંચ અતિચાર II
સચ્ચિત્તે નિક્ખિવણે II
સચિત્ત વસ્તુ હેઠ ઉપર છતાં મહાત્મા મહાસતી પ્રત્યે અસૂઝતું° દાન દીધું. દેવાની બુદ્ધે અસૂઝતું ફેડી સૂઝતું કીધું, પરાયું ફેડી આપણું કીધું. અણદેવાની બુદ્ધે સૂઝતું ફેડી અસૂઝતું કીધું, આપણું ફેડી પરાયું કીધું. વહોરવા વેલા ટલી રહ્યા. અસુર કરી મહાત્મા તેડ્યા. મચ્છર ધરી દાન દીધું. ગુણવંત આવ્યે ભક્તિ ન સાચવી. છતી શક્તે સાહમ્મિવચ્છલ્લ ન કીધું. અનેરાં ધર્મક્ષેત્ર સીદાતાં છતી શક્તિએ ઉદ્ધર્યાં નહીં. દીન’ ક્ષીણ પ્રત્યે અનુકંપાદાન ન કીધું.
બારમે અતિથિ સંવિભાગવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ ||૧૨||
સંલેષણા તણા પાંચ અતિચાર ।
ઈહલોએ પરલોએ ||
ઈહલોગાસંસપ્પઓગે, પરલોગાસંસપ્પઓગે, જીવિઆસંસપ્પઓગે,
મરણાસંસપ્પઓગે, કામભોગાસંસપ્પઓગે ।।
ઈહલોકે ધર્મના પ્રભાવ લગે રાજઋદ્ધિ, સુખ, સૌભાગ્ય, પરિવાર વાંછ્યા. પરલોકે દેવ, દેવેંદ્ર, વિદ્યાધર, ચક્રવર્તી તણી પદવી વાંછી, સુખ આવ્યે જીવિતવ્ય વાંછ્યું, દુ:ખ આવ્યે મરણ વાંછ્યું. કામભોગ તણી વાંછા કીધી ||
'સંલેષણા વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ ||૧૩||
તપાચાર બાર ભેદ, છ બાહ્ય, છ અત્યંતર ||
અણસણમૂણોઅરિઆ ||
અણસણ ભણી ઉપવાસ વિશેષ પર્વતિથિએ છતી શક્તિએ કીધો નહીં. ઊણોદરીવ્રત તે કોલિયા પાંચ સાત ઊણા રહ્યા નહીં. વૃત્તિસંક્ષેપ તે દ્રવ્ય ભણી સર્વ વસ્તુનો સંક્ષેપ કીધો નહિ. રસત્યાગ તે વિગઈત્યાગ ન કીધો. કાયક્લેશ લોચાદિક કષ્ટ સહન કર્યાં નહીં. સંલીનતા-અંગોપાંગ સંકોચી રાખ્યા નહીં. પચ્ચકખાણ ભાંગ્યા. પાટલો ડગડગતો ફેડ્યો નહીં. ગંઠસી, પોરિસી, સાડ્ઢપોરિસી, પુરિમડ્ઢ, એકાસણું, બિઆસણું નીવિ, આંબિલ પ્રમુખ પચ્ચક્ખાણ પારવું વિસાર્યું. બેસતાં નવકાર ન ભણ્યો. ઉઠતાં પચ્ચક્ખાણ કરવું વિસાર્યું. ગંઠસિઉં ભાંગ્યું. નીવિ, આંબિલ ઉપવાસાદિક તપ કરી કાચું પાણી પીધું. વમન હુઓ. બાહ્ય તપ વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ ||૧૪॥
અભ્યંતર તપ, પાયચ્છિત્તં વિણઓ II
મનશુદ્ધે ગુરુ કન્હે આલોઅણા લીધી નહીં. ગુરુદત્ત પ્રાયશ્ચિત્ત તપ લેખા શુદ્ધે પહુંચાડ્યો નહીં. દેવ, ગુરુ, સંઘ, સાહમ્મિ પ્રત્યે વિનય સાચવ્યો નહીં. બાલ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, પ્રમુખનું વૈયાવચ્ચ ન કીધું. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા લક્ષણ પંચવિધ સ્વાધ્યાય ન કીધો. ધર્મધ્યાન, શુક્લધ્યાન ન ધ્યાયાં, આર્ત્તધ્યાન, રોદ્રધ્યાન ધ્યાયાં. કર્મક્ષય નિમિત્તે લોગસ્સ દસ વીસનો કાઉસ્સગ્ગ ન કીધો । અભ્યંતર તપ વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ ||૧૫॥
વીર્યાચારના ત્રણ અતિચાર |
અણિગૃહિઅબલવીરિઓ
પઢવે, ગુણવે, વિનય, વૈયાવચ્ચ, દેવપૂજા, સામાયિક, પોસહ, દાન, શીલ, તપ, ભાવનાદિક ધર્મકૃત્યને વિષે મન વચન કાયાતણું છતું બલ, છતું ‘વીર્ય ગોપવ્યું. રૂડાં પંચાંગ ખમાસમણ ન દીધાં. વાંદણા તણા આવર્ત વિધિ સાચવ્યા નહીં. 'અન્યચિત્ત નિરાદરપણે બેઠા. ઉતાવળું દેવવંદન, પડિક્કમણું કીધું ॥ વીર્યાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ ||૧૬||
નાણાઈઅટ્ઠ પઈવય-સમ્મસંલેહણ પણ પન્નર કમ્મસુ |
બારસ તપ વિરિઅતિગં, ચઉવ્વીસસયં અઈયારા ॥
પડિસિદ્ધાણં કરણે ॥
પ્રતિષેધ અભક્ષ્ય, અનંતકાય, બહુબીજ ભક્ષણ, મહારંભપરિગ્રહાદિક કીધાં. જીવાજીવાદિક સૂક્ષ્મ વિચાર સદ્દહ્યા નહીં. આપણી કુમતિલગે ઉત્સૂત્ર પ્રરૂપણા કીધી. તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, રતિ-અરતિ, પરપરિવાદ, માયા-મૃષાવાદ, મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપસ્થાન કીધાં, કરાવ્યાં અનુમોદ્યાં હોય. દિનકૃત્ય પ્રતિક્રમણ, વિનય, વૈયાવચ્ચ ન કીધાં. અનેરું જે કાંઈ વીતરાગની આજ્ઞા વિરુદ્ધ કીધું, કરાવ્યું, અનુમોદ્યું હોય |
એ ચિહું પ્રકારમાંહિ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિદુક્કડં II૧૭II
એવંકારે શ્રાવકતણે ધર્મે શ્રી સમકિતમૂલ બાર વ્રત, એકસો ચોવીશ અતિચારમાંહિ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
ઇતિ શ્રી શ્રાવક પક્ખી, ચોમાસી સંવચ્છરી અતિચાર સમાપ્ત
IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD JUST CLICK THE BELOW HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
to download itJAINAM JAYATI SHASHNAM