|| Ajitjin tumshu prit bandhani LYRICS -
JAIN STAVAN SONG ||
अजीतजिन तुमशु प्रीत बंधनी गीत स्तवन सांग
તુમશું પ્રીત બંધાણી,અજિત જિન તુમશું પ્રીત બંધાણી...
જિતશત્રુ નૃપ નંદન નંદન,ચંદન શીતલ વાણી...અજિત...(૧)
માત ઉદર વસતે પ્રભુ તુમચી, અચરિજ એહ કહાણી,
સોગઠ પાશે રમતે જીત્યો, પ્રીતમ વિજયારાણી...અજિત...(૨)
તુંહિ નિરંજન રંજન જગજન, તુંહિ અનંતગુણ ખાણી,
પરમાનંદ પરમ પદ દાતા, તુજ સમકો નહિ નાણી...અજિત...(૩)
ગજલંછન કંચનવન ઓપમ, માનું સોવન પિંગાણી,
તુજ વદન પ્રતિબિંબિત શોભિત, વંદત સુર ઈંદ્રાણી...અજિત...(૪)
અજિત જિનેશ્વર કેસર ચરચિત, કોમલ કમલ સમ પાણિ,
જ્ઞાનવિમલ પ્રભુ ગુણગણ ભણતાં, શિવસુખ રયણની ખાણિ...અજિત...(૫)
This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI
JAINAM JAYATI SHASHNAM
IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD JUST CLICK THE BELOW
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
to download itHIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE

